New Update
/connect-gujarat/media/media_files/2025/12/29/untitled-2025-12-29-09-57-09.jpg)
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 31 તારીખ સુધી સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર જિલ્લામાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.આ અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગો, હાઈવે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી ગોઠવાઈ છે, જ્યાં બાઈક, કાર સહિત તમામ પ્રકારના વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે. વાહન ચાલકોના લાયસન્સ, આર.સી. બુક, ઇન્સ્યોરન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપીઓ સામે પણ કાયદેસર પગલાં લેવામાં આવશે. કાયદાનો ભંગ કરનારને જેલની હવા ખાવાની ફરજ પડશે તેવી ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
Latest Stories