New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
કેરાલીયન સમાજ દ્વારા આયોજન
ભગવાન અયૈપ્પાની શોભાયાત્રા નીકળી
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
ભરૂચમાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા.
ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના ગુંજતા સંગીત સાથે અયૈપ્પા ભગવાનની શોભાયાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા.
શોભાયાત્રા શહેરના કસક સર્કલથી પ્રારંભ થઈ પરંપરાગત વાદ્યોના નાદ, હાથી, તૈયમ,પૂજાની થાળી, આકર્ષક લાઇટિંગ સહિતની ભવ્ય જમાવટ સાથે ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી.
શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ તથા અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી.
Latest Stories