ભરૂચ : એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયન શિપ-પંજાબમાં ખનક પટેલનું ઉત્તમ પ્રદર્શન, આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું ગૌરવ વધાર્યું...

પંજાબ ખાતે 2જી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયન શિપમાં ભરૂચના પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે ઉત્તમ પ્રદર્શન કરી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ ઉજ્જવળ બનાવ્યું

New Update

જિલ્લાના રમત-જગત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણરૂપ સિદ્ધિ

પંજાબમાં યોજાય એશિયન જુ. સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ

પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે દેશનું ગૌરવ વધાર્યું

આંતરરાષ્ટ્રીય મંચ ઉપર દેશનું નામ ઉજ્જવળ બનાવ્યું

ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ નામે કર્યો

પંજાબ ખાતે 2જી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયન શિપમાં ભરૂચના પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે ઉત્તમ પ્રદર્શન કરી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.

ભરૂચ જિલ્લાના રમત-જગત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણરૂપ સિદ્ધિમાં પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ ઉજ્જવળ બનાવ્યું છે. પંજાબ ખાતે તા. 3થી 8 ફેબ્રુઆરી-2026’ દરમ્યાન યોજાયેલી 2જી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયન શિપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓ વચ્ચે કઠિન મુકાબલા વચ્ચે ખનક પટેલે શિસ્તબદ્ધ રમતઅવિરત મહેનત અને કૌશલ્યના બળ પર ભારતને પદક અપાવ્યો હતો. તેઓ લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે ટેનિસ તથા સોફ્ટ ટેનિસની નિયમિત તાલીમ લઈ રહ્યા છેજ્યાં કોચીસના માર્ગદર્શન હેઠળ તેમની પ્રતિભા વધુ પખાઈ રહી છે. ખનક પટેલ હાલમાં ક્વીન ઓફ એન્જલ્સ શાળામાં અભ્યાસ કરી રહી છેઅને અભ્યાસ સાથે રમત-ગમતમાં સંતુલન જાળવીને આગળ વધી રહી છે. તેમની આ સિદ્ધિથી કોચીસપરિવારજનો તથા રમત પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ખનક પટેલની સફળતા જિલ્લામાંથી વધુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે પ્રેરણા પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories