ભરૂચ : લાયન્સ ક્લબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા.

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ દ્વારા પશ્ચિમ રેલવેના સહયોગથી ગાંધી જયંતિ નિમિતે સફાઈ અને સત્યના સૂત્રને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

New Update
Lions Club Of Bharuch

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લાયન્સ ક્લબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ભરૂચ દ્વારા ગાંધી જયંતિ નિમિતે રેલવે સ્ટેશન ખાતે સ્વછતા અભિયાન સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ દ્વારા પશ્ચિમ રેલવેના સહયોગથી ગાંધી જયંતિ નિમિતે સફાઈ અને સત્યના સૂત્રને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વૃક્ષારોપણઆઈ ચેકઅપ કેમ્પપ્રી-ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ જનજાગૃતિ અર્થે નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સેવાકીય આયોજનમાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અલ્પેશ પટેલ સહિત અન્ય હોદ્દેદારો સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા.