New Update
ભરૂચમાં આવેલી છે ઝાડેશ્વર ગ્રામપંચાયત
ગ્રામપંચાયતના ડે.સરપંચ તરીકે મહેશ નિઝામા
મહેશ નિઝામાએ આજથી પદભાર સંભાળ્યો
ગુરુપૂર્ણિમાના શુભમુહૂર્તમાં ચાર્જ ગ્રહણ કર્યો
ગામના વિકાસના કર્યા દાવા
ભરૂચની ઝાડેશ્વર ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે મહેશ નિઝામાએ ગુરુપૂર્ણિમામાના શુભઅવસરે ચાર્જ સંભાળ્યો હતો.
રાજ્ય સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે મહેશ નિઝામા ચૂંટાઈ આવ્યા હતા.આજરોજ ગુરુપૂર્ણિમાના શુભ અવસરે તેઓએ ડેપ્યુટી સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે તેઓએ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને સમૃદ્ધ બનાવી ગામનો સર્વાંગીક વિકાસ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
Latest Stories