ભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના આયોજન હેઠળ સ્ટેશન સર્કલ ખાતે પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

મહિલા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન

આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાય

આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

કોંગ્રેસના મહિલા આગેવાનો જોડાયા

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પહેલગાંવ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના આયોજન હેઠળ સ્ટેશન સર્કલ ખાતે પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીના નેતૃત્વમાં ઉપસ્થિત મહિલાઓએ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે દોષિતોને કડક સજા આપવા અને પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવી  માંગણી કરવામાં આવી હતી.
Latest Stories