New Update
ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન
મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન
પાંચબત્તી ખાતે પ્રદર્શન યોજાયું
પોલીસે મહિલા કાર્યકરોની કરી અટકાયત
ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા.મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શનમાં પહોંચી હતી અને આવશ્યક વસ્તુઓના સતત વધતા ભાવોને લઈને કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેમને પોલીસ વેનમાં બેસાડીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા.મહિલા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર ભારે બોજો પડી રહ્યો છે અને સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
Latest Stories