New Update
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ ત્રસ્ત
પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયુ સેવાકાર્ય
હવાડાની કરવામાં આવી સાફ સફાઈ
પીવા માટેનું પાણી ભરાયુ
ભરૂચની જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા અબોલ પ્રાણીઓના પીવાના પાણી માટેના હવાડાને પુનર્જીવિત કરવાનું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ભરૂચની અગ્રણી જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલા પુરાણા અવાવરૂ પડેલા હવાડાને છેલ્લા બે વર્ષથી પુનર્જીવિત કરીને ઉનાળામાં નદી કિનારે ઘાસ ચરવા આવતા મૂંગા પ્રાણીઓ માટે પાણીની સતત વ્યવસ્થા રાખવામાં આવે છે.
હાલમાં નગરપાલિકાનું ટેન્કર રિપેરમાં હોવાને કારણે સંસ્થાએ ખાનગી સપ્લાયરના ટેન્કર દ્વારા મીઠુ પાણી મંગાવી હવાડો ભરાવ્યો હતો.સંસ્થાના રેસ્ક્યુર રવિ કુશવાહા અને તેમના મિત્ર નિરજ દ્વારા હવાડાની સાફસફાઈ કરી આજ રોજ સેવા ફરીથી કાર્યરત કરવામાં આવી છે.