ભરૂચ: સીટી સેન્ટર ST ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

New Update
  • ભરૂચમાં સ્વરછતા પખવાડીયાની ઉજવણી

  • સીટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતે કરવામાં આવી ઉજવણી

  • મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

  • કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ

  • જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનો સહયોગ

ભરૂચના સીટી સેન્ટર એસટી ડેપો ખાતે સ્વરછતા પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ સીટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના  સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ એસ.ટી.ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એસ.ટી.ના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Latest Stories