ભરૂચ: દુધધારા ડેરીની પૂર્ણ સંધ્યાએ MLA અરૂણસિંહ રણાની પ્રેસ કોન્ફરન્સ, ઘનશ્યામ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ

ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરૂણસિંહ રણાની પેનલે પત્રકાર પરિષદ યોજી ઘનશ્યામ પટેલે કરેલા ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોનું  ખંડન કર્યું હતું.

New Update
arunsinh rana
  • ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે ચૂંટણી

  • પૂર્વ સંધ્યાએ અરૂણસિંહ રણાની પ્રેસ કોન્ફરન્સ

  • ઘનશ્યામ પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ

  • ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ કરાયા

  • પોતાની પેનલની જીતનો દાવો કર્યો

ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરૂણસિંહ રણાની પેનલે પત્રકાર પરિષદ યોજી ઘનશ્યામ પટેલે કરેલા ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોનું  ખંડન કર્યું હતું.
ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ 2 નેતાઓ વચ્ચે રાજકીય અખાડો બની ગઈ છે ત્યારે દુધધારા ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે અરુણસિંહ રણા પર તેમની ગંગોત્રી ડેરીને ફાયદો કરાવવા ચૂંટણીમાં પેનલ ઉતારી અને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ કર્યા હતા
ત્યારે  આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાએ  જણાવ્યું હતું કે મારા પર જે આક્ષેપ કરાયા છે કે હું મારી રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે ડેરીની ચૂંટણી માં ઉતર્યો છું જે સંપૂર્ણ પાયા વિહોણા છે અને દૂધ ઉત્પાદકોના હિત માટે પરિવર્તન લાવવા આ નિર્ણય લેવો પડ્યો છે.
અમલેશ્વર સ્થિત સ્વતંત્ર ડેરીને ફાયદો કરાવવા તેઓને દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાના ઘનશ્યામ પટેલના આક્ષેપોના જવાબ માં તેઓએ જણાવ્યું હતું કે તેમની ડેરી ઘનશ્યામ પટેલના ચેરમેન બનવા પહેલાથી કાર્યરત છે અને પ્રતિદિન માત્ર 300 લિટર દૂધ નું જ ઉત્પાદન કરાય છે.
જ્યારે ઘનશ્યામ પટેલ દ્વારા આચરાયેલ ભ્રષ્ટાચાર માં માત્ર 3 જ દૂધ મંડળીઓ થકી રોજ નું  75 હજાર લીટર દૂધ ભરાઈ છે જે પણ એક સીધો ભ્રષ્ટાચાર થતો હોવાનો નમૂનો છે. આ સાથે જ તેઓએ પોતાની પેનલની જીતનો પણ દાવો કર્યો હતો.
Latest Stories