/connect-gujarat/media/media_files/2025/09/14/vlcsnap-2025-09-14-20h26m12s225-2025-09-14-20-28-40.png)
ભરૂચની દુધધારા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપે પોતાના જ 9 કાર્યકરોને પક્ષવિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ હેઠળ સસ્પેન્ડ કર્યા છે.
પક્ષના આંતરિક તણાવ વચ્ચે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખુલ્લેઆમ પક્ષલાઇનથી વિપરીત જઈને ચૂંટણી લડવાનો એલાન કર્યો છે.
ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ સસ્પેન્સન સામે પ્રતિક્રિયા આપી છે.તેમણે જણાવ્યું હતું કે સસ્પેન્સનથી અમને કોઈ ફરક પડશે નહિ. અમે વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડશું. કમળના નિશાન વિના પણ જીતવા માટે જનતા સાથે છે.
અત્રે ઉલ્લેખનીય છે અરૂણસિંહ રણાની પેનલના 9 ઉમેદવારોને તથા બિનહરીફ ઉમેદવાર પ્રકાશ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાના આક્ષેપ સાથે ઘનશ્યામ પટેલે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી રજૂઆત કરી હતી. પત્રમાં જે નામ દર્શાવ્યા છે એ મુજબ જ સસ્પેન્સનની કાર્યવાહી થઈ હોવાનું લાગી રહ્યું છે તુરે ઘનશ્યામ પટેલનો પત્ર વાયરલ થઈ રહ્યો છે.