ભરૂચ : નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફના અભાવે MLA ચૈતર વસાવાનો હલ્લાબોલ..

ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફ ના અભાવે ડેડીયાપાડાના આપના MLA ચૈતર વસાવા હલ્લાબોલ કર્યો હતો.

ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપુરતા સ્ટાફના અભાવે આહિ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી અને એક્શ-રે મશીન તો છે. પરંતુ તેને ઓપરેટ કરનાર કાયમી ટેકનીશિયન નથી. એટલું જ નહીં3 ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે. એક ડોક્ટર દ્વારા દર્દીઓની સારવાર કરાય છે. જાનહાની-ઘટના સર્જાય તો સ્વીપરને વાલીયા-અંકલેશ્વરથી લાવવા અને મુકવા જવું છેજેના કારણે કલાકો સુધી મૃતદેહ રઝળે છે.

તેવી રજૂઆત ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં કોંગ્રેસના શેરખાન પઠાણ અને આપના કાર્યકરો સાથે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેસામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર-સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છેજ્યારે 3 ડોક્ટર સહિત સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરાશે. આ સાથે જ ન્યાય નહીં થાય તો ચૈતર વસાવાએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Latest Stories