ભરૂચ: MP મનસુખ વસાવાએ રેલવેના વિવિધ પ્રશ્નો બાબતે સંસદમાં કરી રજુઆત, વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં ભરૂચ રેલવે સ્ટેશન પર લિફ્ટ અને એક્સલેટરની સુવિધા આપવા માંગ કરી હતી સાથે જ તેઓએ ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ

New Update
man

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં ભરૂચ રેલવે સ્ટેશન પર લિફ્ટ અને એક્સલેટરની સુવિધા આપવા માંગ કરી હતી સાથે જ તેઓએ ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાની પણ માંગ કરી છે.

WhatsApp Image 2025-08-08 at 10.26.33 PM

આ અંગે તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે સંસદમાં નિયમ ૩૭૭ અનુક્રમે  રેલવે ને સંબંધિત વિવિધ વિષયો પર રજૂઆત કરી. દહેજ ખાતે દેશની સૌથી મોટા ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર PCPIR (પેટ્રોકેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ રિજન) નો વિસ્તાર થઈ રહ્યો છે. એક જ જિલ્લામાં ૯ ઇન્ડસ્ટ્રિયલ એરિયા આવેલ છે જેમાં ૨૦ હજારથી વધુ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો કાર્યરત છે. જેમાં મોટી સંખ્યામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કર્મચારીઓ અને મજૂરો વ્યવસાય માટે ભરૂચમાં નિવાસ કરે છે. આમાંથી મોટાભાગના લોકો રેલવેથી તેઓના વતન આવાગમન કરે છે જેમાં ભરૂચ રેલવે સ્ટેશન તેઓને વિશેષ ઉપયોગી થાય છે. આ પરિવારોના વૃદ્ધ અને બીમાર લોકોને લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધા ના હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. 

ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલ થી ગાંધીનગર) ટ્રેન નંબર : ૨૦૯૦૧/૨૦૯૦૨નું સ્ટોપેજ આપવામાં આવે જેથી મુસાફરોને સુવિધા મળી રહે. સાથે જે ભરૂચ દહેજ ખાતે રેલવે લાઈન પર સુચારુરૂપથી ટ્રેનોનું સંચાલન થાય એવા આદેશ આપવામાં સહયોગ પ્રદાન થાય એવી માંગ કરવામાં આવી છે.
Latest Stories