ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ BJP પ્રમુખને લખ્યો પત્ર, કહ્યું તમે ખોટા લોકોને આગળ કરી રહ્યા છો !

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો છે તાજેતરમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને ભાજપ દ્વારા

New Update
scss
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો છે તાજેતરમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે ત્યારે આ બાબતે મનસુખ વસાવા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખેલા પત્રમાં લખ્યું છે કે 
"પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમ્યાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપી માંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધેલ છે તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામતી પણ ડેરી નથી બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમ્મેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનાર લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે ? તે તો સમય જ બતાવશે,પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારૂતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તો, મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો, મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી મારી આપને સલાહ છે"
Latest Stories