મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન
મુન્શી વિદ્યાધામના પટાંગણમાં નિર્માણ પામશે નવું નજરાળું
અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ - ટ્રેનિંગ સેન્ટરનું ખાર્તમુહર્ત કરાયું
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતી
દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોએ પ્રસંગને યાદગાર બનાવ્યો
ભરૂચ શહેરમાં મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી વિદ્યાધામમાં નિર્માણ પામનાર અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો ખાર્તમુહર્ત સમારોહ યોજાયો હતો.
અબ્દુલ્લાહ એઈડUK અને મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સમાજને કૌશલ્ય, વિકાસ અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુન્શી વિદ્યાધામ ખાતે નિર્માણ પામનાર અબ્દુલ્લાહ એઈડ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો ખાર્તમુહર્ત સમારોહ યોજાયો હતો.
જેમાં અબ્દુલ્લાહ એઈડUK અનેMMMCTના પ્રતિનિધિઓના હસ્તે ખાર્તમુહર્ત કરી અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે દુઆ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ડૉ. ફારુક પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.MMMCTના ટ્રસ્ટી દિલાવર વલ્લીએ નવા પ્રોજેક્ટની મહત્વતા સમજાવી હતી. તોUKથી આવેલ ડૉ. આદમ ટંકારવીએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
અબ્દુલ્લાહ એઈડUKની સેવા પ્રવૃત્તિઓનો ચિતાર સંસ્થાનાCEO શાકીલ માલજીએ આપ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું સંકલન સમજાવી ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા પણ કરાઇ હતી. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અબ્દુલ્લાહ એઈડ દ્વારા પૂરતો સહકાર આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમમાં દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન ઈમ્તિયાઝ પટેલ વરેડીઆવાલા અને મોહમ્મદ ભોપા દ્વારા કરવામાં આવ્યું હતું.