New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું
નેશનલ સ્પોર્ટ્સ ડેની કરાય ઉજવણી
વિવિધ રમતોનું આયોજન કરાયુ
મહાનુભાવોએ આપી હાજરી
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું
ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીનો શુભારંભ આજે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી એમીક્સ ઈન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચ ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નાયબ કલેક્ટર એન.આર. ધાધલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું.આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ બાદ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા-અંડર-14 ભાઈઓ/બહેનોતથા 1 થી 4 ધોરણના બાળકો માટેની લીંબુ-ચમચી દોડ સ્પર્ધાનું આયોજન થયું હતું.તે ઉપરાંત જિલ્લા કક્ષાની ફેન્સીંગ સ્પર્ધા અંડર-14, 17 અને 19 ભાઈઓ-બહેનોનું આયોજન ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાઓ માં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Latest Stories