ભરૂચ: નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા વાગરાના જુંજેરા ગામની શાળામાં વિવિધ સાધન સહાય ઉપલબ્ધ કરાવાય

કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત જુંજેરા વિદ્યાલય-વાગરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કન્યા શૌચાલયનું નિર્માણ કરી આપવામાં આવ્યું

New Update
Nerolac Paints Company

વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ લિમિટેડ કંપની દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત જુંજેરા વિદ્યાલય-વાગરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કન્યા શૌચાલયનું નિર્માણ કરી આપવામાં આવ્યું છે. અગાઉ પણ આ શાળાની બિલ્ડીંગને કલર-કામ તથા બાળકો માટે સરસ મજાના ચિત્રો દિવાલ પર પેઇન્ટિંગ કરી આપ્યા હતા તેમજ  ૩૩૦ જેટલા બાળકોને સ્કૂલબેગ, કંપાસબોક્સ, પાણીની બોટલ, લંચબોક્સ જેવી જરૂરી સ્કૂલ કીટ પણ  બાળકોને ભેટ આપવામાં આવી હતી.

Latest Stories