New Update
/connect-gujarat/media/media_files/2025/09/18/screenshot_2025-09-18-08-36-49-20_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-18-09-20-19.jpg)
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે નેત્રંગ જવાહર બજારમાં રહેતા કિરીટ પાટણવાડીયાના કેળાની વખારની પાછળ આવેલ રેલ્વેની જગ્યામાં આવેલ ટુટેલા મકાનમાં કેટલાક જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે દરોડા પાડતા અજય રાકેશભાઈ દોસી ઉં.વ.૩૨ ધંધો.મજુરી,કિરીટ બાબરભાઇ નાથાભાઇ પાટણવાડીયા ઉં.વ.૪૦ ધંધો.વેપાર, ઇમરાન ઇકબાલ ઉમરભાદ મેમણ ઉં.વ.૩૩ ધંધો.ફેરીયો, સુરેશ વિજયભાઇ ખજલીયાભાઇ વસાવા ઉ.વ.૩૮ ધંધો.મજુર, કાંતિ મગનભાઈ છોટુભાઈ પંચાલ ઉં.વ.૫૭ ધંધો.લુહાર તમામ રહે,નેત્રંગ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે સ્થળ પરથી રૂ.14,400નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories