ભરૂચ : નેત્રંગ પોલીસે શેરડીમાં ખેતરમાં સંતાડેલ રૂ.3.80 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગર વોન્ટેડ

ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે  કમ્બોડીયાથી આટખોલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ 'પુરીબા ફાર્મ'ની સામે શેરડીનાં

New Update
Screenshot_2025-07-02-07-34-35-37_439a3fec0400f8974d35eed09a31f914
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે  કમ્બોડીયાથી આટખોલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ 'પુરીબા ફાર્મ'ની સામે શેરડીનાં વાવેતરવાળા ખેતરમાં લીસ્ટેડ બુટલેગર પ્રવિણ ઉર્ફે બટકો ગુલાબસિંગ પાટણવાડીએ શેરડીનાં ઓથમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ખેતરમાંથી રૂ.3.80 લાખની કિંમતની દારૂની 1044 નંગ બોટલ મળી આવી હતી.
આ મામલામાં પોલીસે કુખ્યાત બુટલેગર પ્રવિણભાઇ ઉર્ફે બટકો ગુલાબસિંગભાઇ પાટણવાડીયા રહે.કમ્બોડીયાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.
Latest Stories