New Update
/connect-gujarat/media/media_files/2025/08/26/screenshot_2025-08-26-08-43-28-13_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-26-09-51-52.jpg)
ભરૂચના જંબુસર તાલુકાના નોબાર ગામના નવીનગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
નોબાર ભાથીજી મંદિરથી નવીનગરી વિસ્તાર તરફ જતો રસ્તો અત્યંત જર્જરિત છે.વરસાદી સિઝનમાં રસ્તા પર કાદવ અને કીચડ ફેલાઈ જતાં વાહનચાલકોને તથા સ્થાનિક રહીશોને અવરજવર માટે મુશ્કેલ બની જાય છે.
નાના બાળકો સ્કૂલે જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ કાદવમાં બાળકો લપસી જવાથી તેઓને વારંવાર ઈજા થતી હોવા ઉપરાંત કપડાં પણ બગડી જાય છે. વાહનો કીચડમાં ફસાઈ જવાની ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ છે. આ માર્ગ ગામના સ્મશાન સુધી જતો હોવાથી અંતિમવિધિ માટે નનામી લઈ જવામાં પણ મોટી મુશ્કેલી પડે છે. સાથે જ રસ્તા પર લાઈટ ન હોવાથી રાત્રિના સમયે લોકો વધુ પરેશાન થાય છે.આ અંગે સ્થાનિક નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક આ રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે
Latest Stories