New Update
/connect-gujarat/media/media_files/2025/08/24/screenshot_2025-08-24-07-59-23-87_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-24-08-56-27.jpg)
શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવારી અમાવસના દિવસે કાવી કંબોઈ સ્થિતિ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટ્યું
શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે.ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી તેમજ શનિવારી અમાવસ્યાનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો.શ્રાવણ માસના પ્રારંભથી મંદિરની યજ્ઞ શાળામાં એક મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ હવન તેમજ પૂજા અર્ચના વ્રત કરીને શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પારણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે
Latest Stories