ભરૂચ : સલામત સવારી એસ.ટી.અમારીના દાવા પોકળ, વિદ્યાર્થીઓ લટકીને જીવના જોખમે મુસાફરી કરવા મજબુર

'વિકસિત ગુજરાત'ના દાવાઓ સામે ભરૂચ-જંબુસર રૂટ પરની બસ સેવાઓની પોલ ખુલી ગઈ છે. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જીવના જોખમે

New Update
WhatsApp Image 2025-08-24 at 10.19.44 AM

'વિકસિત ગુજરાત'ના દાવાઓ સામે ભરૂચ-જંબુસર રૂટ પરની બસ સેવાઓની પોલ ખુલી ગઈ છે. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જીવના જોખમે બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

તાજેતરમાં, ભરૂચથી જંબુસર જતી GJ 18 Z 9091 નંબરની બસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ ખતરનાક રીતે લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના એસ.ટી. તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે, મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની બસો ફાળવવી અને પીક અવર્સ દરમિયાન નિયમિત સેવાઓ પૂરી પાડવી અત્યંત જરૂરી છે. જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories