ભરૂચ : પાલેજ પોલીસે આંકડાનો જુગાર રમાડતા 2 આરોપીની કરી ધરપકડ, 6 જુગારી વોન્ટેડ

ભરૂચની પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ટંકારીયા ગામે પાદરમાં આવેલ સ્ટેટ બેંકની પાસે ચાની દુકાનમાં બે ઇસમ

New Update
IMG-20250618-WA0014
ભરૂચની પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ટંકારીયા ગામે પાદરમાં આવેલ સ્ટેટ બેંકની પાસે ચાની દુકાનમાં બે ઇસમ મુંબઈથી નીકળતાં ટાઈમ ઓપન બંધ, મિલન ઓપન બંધ, કલ્યાણ ઓપન બંધનો વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન મારફતે વૉટ્સએપ એપ્લીકેશનથી એકબીજાને આપ લે કરી રમાડે છે જેના આધારે દરોડા પાડતા મહમદ હનીફ ઉમરજી વેવલી રહે, ટંકારીયા ગામ, એસ.ટી.કોલોની, અને  મોહસીન હસન યુસુફ કોસીયા રહે, કહાન ગામ, ટેકરા ફળીયાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રૂ.13,550નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલામાં પોલીસે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories