New Update
/connect-gujarat/media/media_files/2025/09/26/img-20250926-wa0073-2025-09-26-10-00-37.jpg)
ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે ટંકારીયા ગામ પાદરમાં જાહેર રસ્તા પર ટંકારીયા ગામે મોટા પાદર ખાતે રહેતા હસન મોહમદ ગોરજી નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે અને હાલમા તેની આ પ્રવુતિ ચાલુ છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતા હસન મોહમદ ગોરજી પાસેથી એક પ્લાસ્ટિકની થેલીમાં અલગ અલગ બોક્ષમાં પ્રતિબંધીત ગેર કાયદેસરની જુદી જુદી વિદેશી કંપનીની ઇ-સિગારેટ તથા ફલેવર (રીફીલ) મળી કુલ નંગ-૨૭. કિ.રૂ.૪૫,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરાય હતી.આ મામલામાં પોલીસે તલ્હા નીકી અને સમીર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories