ભરૂચ : પાલેજ પોલીસે શંકાસ્પદ 10 ગ્રામ સોનાના બિસ્કિટ મળી કુલ 1.60 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની કરી ધરપકડ

 ભરૂચના પાલેજ પોલીસ મથકના પી.આઈ.એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ બજારમાં બિલ વિનાનું એક

New Update
css

 ભરૂચના પાલેજ પોલીસ મથકના પી.આઈ.એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ બજારમાં બિલ વિનાનું એક સોનાનું 10 ગ્રામ બિસ્કિટ લઈને ટાઉનમાં વેચવા માટે ફરે છે.

જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને ભરૂચ તાલુકાના બોરી ગામના ડેરી ફળિયામાં રહેતો સુભાષ હરિભાઈ વસાવાને ઝડપી તેના પેન્ટના ખિસ્સામાં તપાસ કરતા સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું.પોલીસે સોનાના 10 ગ્રામ બિસ્કિટ અંગેના જરૂરી પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories