New Update
/connect-gujarat/media/media_files/2025/08/07/12-2025-08-07-11-09-02.jpg)
ભરૂચ પેરોલ ફર્લોની ટીમ પી.એસ.આઈ આર.એસ.ચાવડાના માર્ગ દર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા કુખ્યાત આરોપીઓને પકડવા દાહોદ જિલ્લામાં હતો.
તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ મથકના ધાડ, લૂંટના ગુનામાં સંડોવાયેલ સોબાન ઉર્ફે શોભાન કરશન સંગાડા પોર જી.આઈ.ડી.સી.માં ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને પોર જી.આઈ.ડી.સી.માં આવેલ હનુમાન મંદિર સ્થિત ટીપા સર્કલ પાસેથી કુખ્યાત આરોપી સોબાન ઉર્ફે શોભાન કરશન સંગાડાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories