ભરૂચ : પેરોલ ફર્લો સ્ક્વોડે કેમિકલ ચોરીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીની વલસાડ ખાતેથી કરી ધરપકડ

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન બાતમી મળી હતી.

New Update
dv

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા.

દરમ્યાન બાતમી મળી હતી કે દહેજ પોલીસ મથકના કેમિકલ ચોરીના ગુનામાં  ફરાર આરોપી ચંન્દ્રકુમાર ક્રિષ્ણાપ્રસાદ બારી રહે.બારાઠી થાણા-ગોડારી જી.રોસાર (બિહાર)  વલસાડ અતુલ કંપનીમાં ટેન્કર ભરવા માટે આવનાર છે.જેથી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વલસાડ ખાતે તપાસમાં જઇ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વલસાડ  અતુલ કંપનીના પાર્કિંગમાંથી આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી છેલ્લા 12 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories