New Update
/connect-gujarat/media/media_files/2025/09/27/screenshot_2025-09-27-07-27-18-36_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-27-10-13-47.jpg)
ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને 21 વર્ષ બાદ ભરુચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ખેડા જિલ્લાના માંથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, 21 વર્ષથી વોન્ટેડ આ ગુનેગાર કમલેશ ડામોર રાજકોટ ખાતે છે. બાતમીના આધારે સ્કવોડની ટીમ રાજકોટ ખાતે તપાસ માટે પહોંચી હતી. જોકે ત્યાં વધુ માહિતી મળતાં ટીમે તુરત જ ખેડા તરફ પ્રયાણ કર્યું હતું અને રઢુ ગામ નજીકની મુરલીધર હોટલ પરથી આરોપીને દબોચી લીધો હતો. પેરોલ ફર્લો સ્કવોડે કાયદેસરની કાર્યવાહી માટે આરોપી કમલેશ ઉર્ફે કમલા ડામોરને ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસને સોંપી દીધો છે.
Latest Stories