New Update
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
આંબેડકર ભવન ખાતે કાર્યક્રમનું આયોજન
પેન્શનર ડેની કરવામાં આવી ઉજવણી
નિવૃત્ત સરકારીકર્મીઓનું કરાયુ સન્માન
ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શનર ભાઈઓનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પેન્શનરોને મળતી વિવિધ લાભદાયી સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોતમ આહીરે કરી હતી.આ પ્રસંગે મંડળના સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories