New Update
/connect-gujarat/media/media_files/2025/10/10/dsc_0002-scaled-2025-10-10-09-45-07.jpg)
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલબસોને પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસ સિવાયના ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ છે.
ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવાથી સ્કૂલબસોને પણ નેશનલ હાઇવે -48 પર પરથી પસાર થવાની ફરજ પડતી હતી.જેમાં બાળકોના સમય અને વાહનોના ઇંધણનો વ્યય થઈ રહયો હતો.સ્કૂલબસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે તેવી માગ ઉઠી હતી અને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલબસોને છૂટ આપવામાં આવે તે માટે પોલીસ વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ અભિપ્રાયના આધારે નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલબસોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે. આના માટે અગાઉ બહાર પાડવામાં આવેલાં જાહેરનામામાં સુધારો કરાયો છે.
Latest Stories