New Update
/connect-gujarat/media/media_files/2026/03/04/whatsapp-image-2026-03-04-at-m-2026-03-04-10-49-02.jpeg)
ભરૂચની GNFC માં ₹15.82 લાખનું મેડિકલ બિલ કૌભાંડ આચરનાર જુનિયર ફાયર ઓપરેટરને સી ડિવિઝન પોલીસે દિવથી ઉઠાવી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમ્યાન તેના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે.
​ભરૂચની ઝાડેશ્વર સ્થિત મંગલ દર્શન સોસાયટીમાં રહેતા અને GNFC કંપનીમાં જ્યુનિયર ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ગૌતમ રજનીકાંત પટેલે વર્ષ 2020 થી 2025 દરમિયાન પોતાની, પત્ની અને માતાની બીમારીની સારવારના બહાને કુલ 186 નકલી મેડિકલ બિલો કંપનીમાં રજૂ કર્યા હતા. આ બિલો ગૌતમના પુત્ર ગૌરાંગ પટેલે કોમ્પ્યુટર પર બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
​કંપનીના ઇન્ટરનલ ઓડિટ દરમિયાન મોટી સંખ્યામાં મેડિકલ ક્લેઈમ આવતા કંપનીના ચીફ મેનેજર લીગલ રીકેશકુમાર પટેલને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ​દીપ મેડિસીન્સ, શ્રીજી ફાર્મસી અને મીરા મેડિકલના નામે રજૂ કરાયેલા બિલો તે સ્ટોર્સ દ્વારા ક્યારેય ઇશ્યૂ કરવામાં આવ્યા ન હતા.
​આ પિતા-પુત્રની જોડીએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કંપની પાસેથી કુલ 15,82,456/- ની રકમ મેળવી લીધી હતી. ​કંપનીની ફરિયાદના આધારે ભરૂચ સી-ડિવિઝન પોલીસે આરોપી કર્મચારીને લોકેશન આધારે દીવથી દબોચી લીધો હતો. આરોપી ગૌતમ પટેલને ભરૂચ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કૌભાંડમાં સામેલ પુત્ર ગૌરાંગ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે.
Latest Stories