/connect-gujarat/media/media_files/2025/09/05/bh-2025-09-05-20-05-30.jpg)
ભરૂચ શહેર તથા જીલ્લામાં અત્યંત બિસ્માર માર્ગ અને પુલનું સમારકામ નહીં કરવામાં આવતા કલેકટર કચેરી નજીક ઉપવાસ આંદોલન કરી રહેલા સામાજિક કાર્યકરની પોલિસે અટકાયત કરી હતી.
ભરૂચથી વડોદરા તરફ જતાં માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયુ છે, અને પુલનું પણ સમારકામ જરૂરી બન્યુ છે. જેને લઈને ભરૂચના સામાજીક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને સંબોધીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ભરૂચથી વડોદરાનો રસ્તો તેમજ પુલનું સમારકામ 15 દીવસમાં કરી આપવામાં આવે તેવી રજુઆત કરી હતી. અને જો 15 દીવસમાં સમારકામ નહી થાય તો જળ અને અન્નનો ત્યાગ કરવાની ચીમકી આપી હતી. પરંતું તંત્ર દ્વારા આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા ભરૂચ જિલ્લા કલેકટર તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ સામાજિક કાર્યકરે ઉપવાસ પર બેસવાની લેખિતમાં રજુઆત કરી હતી. જેને લઇ ભરૂચ કલેકટર કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેસી શાંતિપૂર્ણ રીતે જળ અને અન્નનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જોકે, ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સામાજીક કાર્યકર નિકુંજ ભટ્ટની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક કાર્યકરની મૌખિક અને લેખિત રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે, ન તો બિસ્માર માર્ગ અને પુલનું સમારકામ નહીં કરાતા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે, કેમ તે હવે જોવું જ રહ્યું...