New Update
/connect-gujarat/media/media_files/2025/07/26/scsscs-2025-07-26-09-28-22.jpg)
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી ફૂલ રૂપિયા ૩૦.૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.
દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સંડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરીયા ખાતે છે જેથી પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાનાબગામડાઓ જોયા હતા આથી આરોપી તેના અન્ય સાગરીતો સાથે બસમાં આવ્યો હતો અને ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે નિકેશ જવસીંગ પલાસ શિવરાજ ધારકા પલાસ અરવિંદ મડીયા મિનામાને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories