ભરૂચ : પોલીસે  રાષ્ટ્રવિરોધી સહિતની ગિતિવિધિઓમાં સંડોવાયેલ 300 આરોપીઓનું ડોઝિયર તૈયાર કર્યું !

ભરૂચ જિલ્લા પોલીસે 100 કલાકમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી સહિતની ગતિવિધિમાં સંડોવાયેલા 300થી વધુ આરોપીઓનું ડોઝિયર તૈયાર કર્યું.જિલ્લામાં દેશવિરોધી

New Update
images (1)
ભરૂચ જિલ્લા પોલીસે 100 કલાકમાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી સહિતની ગતિવિધિમાં સંડોવાયેલા 300થી વધુ આરોપીઓનું ડોઝિયર તૈયાર કર્યું.જિલ્લામાં દેશવિરોધી કૃત્ય તેમજ NDPS, હથિયાર, એકસપ્લોઝિવ સહિતના ગંભીર કેસમાં સંડોવાયેલાં અને ઝડપાયેલાં આરોપીઓનો ડેટા એકત્ર કરાયો છે.ડોઝિયરમાં આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ, હાલનું ચાલ - ચલણ, પરિવાર, સગાસંબંધીની માહિતી. પાકિસ્તાન - બાંગ્લાદેશ કે અન્ય કોઈ પાડોશી દેશ સાથે કોઈ સંબંધ, સગા-સંબંધી કે મિત્રો સહિતની વિગતો મેળવાય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલા તત્વોનું ચેકીંગ કરવા નિર્દેશ આપ્યો હતો ત્યારે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ અભિયાન હાથ ધરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
Latest Stories