New Update
/connect-gujarat/media/media_files/2025/08/29/bh-2025-08-29-11-05-49.jpg)
ભરૂચના કરમાડ ગામમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામમાં એક કાર નંબર GJ-19-M-5206માં ગાયને કુરતાપૂર્વક બાંધીને ખાટકી દ્વારા લઈ જવાઈ રહી છે.
આ જાણ થતાં જ ગામજનો હરકતમાં આવી ગયા અને ગાડી રોકી તપાસ કરતા ગાય મળી આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાદમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ દાફડા તથા તેમની ટીમના ભૌતિકભાઈ, વિમલભાઈ, લાલાભાઈ સહિતના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા ત્યારબાદ કાર તથા સંબંધિત વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories