ભરૂચ: 12 થી 14 ઓક્ટોબર દરમ્યાન પોલીયો રસીકરણ ઝુંબેશ, 2.44 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષયાંક

ભરૂચ જિલ્લામાં આગામી તા. ૧૨ થી ૧૪ ઓકટોબર દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે. જિલ્લામાં યોજાનારી આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાનાં

New Update
images (1)

ભરૂચ જિલ્લામાં આગામી તા. ૧૨ થી ૧૪ ઓકટોબર દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે.

જિલ્લામાં યોજાનારી આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાનાં ૦ થી ૫ (પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૨,૪૪,૨૪૦ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા આ બાળકોને પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.

 ભરૂચ જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે એટલે કે, ૧૨ મી ઓકટોબરે, રવિવારે ૧૦૦૯ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે ઘર-ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ ટીમ, મોબાઈલ ટીમ (હાઈરીસ્ક વિસ્તાર, ઇંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ, ઝુંપડપટ્ટીઓ, જંગલો અને બાધકામ ચાલતા હોય તેવા) વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ટીમો દ્વારા પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા  કરવામાં આવ્યું છે.
Latest Stories