New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/g0cWCZwZSk9jrB3Re2VT.jpg)
બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાન ને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ના - રોજ ૧૦ વર્ષ પુર્ણ થતાં, ભારત સરકાર દ્વારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમીત્તે ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લાભાર્થીઓને મેન્સ્ટરુઅલ હાયજીન કીટ, બેટી બચાવો બેટી પઢાવોના લોગો સાથેની બેગ, દિકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી-વ-ઈન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી કાશ્મીરાબેન સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, મામલતદાર ભરૂચ ગ્રામ્ય માધવી મિસ્ત્રી, સામાજીક મહિલા આગેવાન ડો.પ્રવિણાબેન વસાવા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.