New Update
/connect-gujarat/media/media_files/2025/08/16/screenshot_2025-08-16-18-16-46-98_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-16-21-20-51.jpg)
ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
ભરૂચના વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ ઉજ્જવલ ટેકસટાઇલ્સ સોલાર પ્લાન્ટ આવેલ છે.જે સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટકયા હતા.અને ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 6.96 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે નજીકમાં જ આવેલ કોનીકા ઇન્ટિમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 3.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બંને ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories