New Update
ભરૂચના જંબુસરમાં કરાયુ આયોજન
રેપીડ એક્શન ફોર્સ દ્વારા આયોજન
ફ્લેગ માર્ચનું આયોજન
વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી ફ્લેગ માર્ચ
સ્થાનિક પોલીસકર્મીઓ જોડાયા
ભરૂચના જંબુસરમાં અમદાવાદથી આવેલ રેપીડ એક્શન ફોર્સની કંપની દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક પોલીસ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી
ભરૂચના જંબુસર ડિવિઝનના પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાની કવાયત હાથ ધરી છે. જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો-વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી આ આયોજન કરાયું છે.
જંબુસર ડીવાયએસપી પી એલ ચૌધરીના નેતૃત્વમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંબુસર નગર શહેર વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચમાં રેપીડ એક્શન ફોર્સના જવાનો સાથે જંબુસર પોલીસ સ્ટેશન પીઆઇ વી કે ભૂતિયા સહિત પીએસઆઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા.
Latest Stories