ભરૂચ : રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મજયંતિની ઉજવણી, VHP દ્વારા વાલ્મિકી વાસ ખાતે કન્યા પૂજન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વાલ્મિકી સમાજની કન્યાઓના ચરણ ધોઈ તેમની પૂજા કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.....

New Update

રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મજયંતિની ઉજવણી

વાલ્મિકી વાસ ખાતે VHP દ્વારા કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો

વાલ્મિકી સમાજની કન્યાઓના ચરણને ધોઈને પૂજન કરાયું

સમાજમાંથી વ્યસનની બદીને દૂર કરી એક થવા આહવાન

મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોની ઉપસ્થિતિ

રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના કોઠી રોડ સ્થિત વાલ્મિકી વાસ ખાતે ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

જુના ભરૂચના કોઠી રોડ વાલ્મિકી વાસ ખાતે રામાયણના રચયિતા વાલ્મિકી ઋષિની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વાલ્મિકી સમાજની કન્યાઓના ચરણ ધોઈ તેમની પૂજા કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય વ્યાસ દ્વારા ભગવાન વાલ્મિકીજીના જીવન ચરિત્રની વાતો કરી હતીઅને સમાજને એક થવા તેમજ સમાજમાંથી વ્યસનની બદીને દૂર કરી એક થવા આહવાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન ધર્મેન્દ્ર પટેલબિપિન પટેલ તેમજ કાર્યકર્તાઓવાલ્મિકી સમાજના સંત જયકુમાર મહારાજછડી ઉત્સવ સમિતિના કમલેશ સોલંકીસુનિલ સોલંકીસંજય મહિડાભરત સોલંકીસ્થાનિક યુવાનોભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories