New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન કરાયું
શતાબ્દી વર્ષની કરાય ઉજવણી
પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો
સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી તેમજ વિજયા દશમીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પથ સંચાલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ભરૂચના શક્તિનાથ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત ભરૂચમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વિજયાદશમી નિમિત્તે પથ સંચાલન અને પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી પથ સંચાલનની શરૂઆત કરી વિવિધ શહેરના નારાયણ નગર,અંબિકા નગર શક્તિનાથ થઈ સિધ્ધનાથ નગર ખાતેના ગરબા ગ્રાઉન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું.પથ સંચાલન દરમિયાન માર્ગ પર ઊભા રહી લોકોએ ફૂલવર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સંઘચાલક ડો. ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા જયારે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ,નગર કાર્યવાહ પ્રેગ્નેશ ગોસ્વામી તેમજ સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તરફ ભરૂચના સ્વામિનારાયણ મંદિર, દાંડિયા બજારથી બેન્ડની સુરાવલીઓ વચ્ચે સ્વયંસેવકોએ પૂર્ણ શિસ્તબદ્ધતા સાથે પથ સંચલન શરૂ કર્યું હતું. જુના ભરૂચના મુખ્ય માર્ગો પર નગરજનો દ્વારા ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિર ગાદિપતિ જય મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ભૃગુનગર કાર્યવાહ વિજય પાટિલની હાજરીમાં, મુખ્ય વક્તા કિરીટભાઈ સાપરિયાએ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણમાં સંઘની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Latest Stories