ભરૂચ: શનિજયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા, ભક્તોએ કરી આરાધના

સૂર્ય પુત્ર અને ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મજયંતિ પ્રસંગે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શન અર્થે જોવા મળી હતી.

author-image
By Connect Gujarat
New Update

આજરોજ શનિજયંતિ નિમિત્તે ભરૂચના નવચોકી ઓવારા અને દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

સૂર્ય પુત્ર અને ન્યાયના દેવતા શનિ મહારાજની જન્મજયંતિ પ્રસંગે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ દર્શન અર્થે જોવા મળી હતી.ભરૂચ શહેરના દાંડિયા બજાર તેમજ નવચોકી ઓવારા સ્થિત શનિ મંદિરમાં ભક્તોએ શનિ દેવનાં દર્શનનો લાહવો લીધો હતો.ભરૂચમાં ભક્તોએ શનિ મહારાજની કૃપા પ્રાપ્તિ માટે કાળા તલ,તલનું તેલ,આંકડાના ફૂલ,લવિંગની માળા,કાળા અળદ સહિતની સામગ્રીથી પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.
Latest Stories