New Update
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક નેશનલ હાઇવે નં. 48ને અડીને આવેલા એરપોર્ટ સાઈટ ખાતે આગામી તા. 6 અને 7 ડિસેમ્બર-2025'ના રોજ એર-શો યોજાવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ એર-શોની તૈયારી અગાઉ સતત 3 દિવસ સુધી હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાય હતી. ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતીક એવી ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લેય ટીમ દ્વારા દિલધડક અવકાશી કરતબો રજૂ કરવામાં આવશે, ત્યારે દેશના યુવાઓને જાગૃત કરવા તેમજ ભારતીય વાયુસેનામાં પોતાની કારકિર્દી સ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત એર-શોને નિહાળવા ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર, જીવરાજ પટેલ, જૈનુલાબેદ્દીન સૈયદ, સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લેય ટીમના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories