ભરૂચ: જંબુસરના કલક રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં RSSના કાર્યકર્તાનું મોત

જંબુસર આરએસએસના કાર્યકર્તા નીતિન જેન્તીલાલ ચોક્સી જંબુસર-કલક રોડ ઉપર મોર્નિંગ વોર્ક કરવા નીકળ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે નીતિનભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

New Update
Jambusar Hit And Run
ભરૂચના જંબુસર કલક રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે મોર્નિંગ વોર્ક કરવા નીકળેલ જંબુસરના આરએસએસના કાર્યકર્તાનું કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચના જંબુસરમાં રહેતા અને જંબુસર આરએસએસના કાર્યકર્તા નીતિનભાઈ જેન્તીલાલ ચોક્સી આજરોજ જંબુસર-કલક રોડ ઉપર મોર્નિંગ વોર્ક કરવા નીકળ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે નીતિનભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ઘટના અંગેની જાણ થતા ધારાસભ્ય ડી.કે.સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ જંબુસર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા,અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.