New Update
ભરૂચમાં આવેલી છે કલરવ શાળા
મનોદિવ્યાંગ બાળકોની શાળા
બાળકોએ બનાવ્યા છે દિવડા
સંસ્કૃતિ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અપાયું પ્રોત્સાહન
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવની મુલાકાત લઇ રોશની પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવની મુલાકાત લઈને બાળકો સાથે આનંદપ્રમોદમાં સમય વિતાવ્યો હતો.
આ પ્રસંગે બહેનોએ બાળકોને ચોકલેટ વહેંચી તેમની વચ્ચે ખુશીના પલ વહેંચ્યા અને નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.કલરવ શાળાના મનો દિવ્યાંગ બાળકો આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત દીપાવલી પર્વ માટે સુંદર અને આકર્ષક દીવડાઓ તૈયાર કરી રહ્યા છે. આ શાળામાં બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે નાના-નાના ગૃહઉદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં પગભર બની શકે.
સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનોએ બાળકોની પ્રતિભા અને કર્તૃત્વશક્તિને બિરદાવી તેઓએ બનાવેલા દીવડાઓ ખરીદી તેમના પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, પૂર્વ પ્રમુખ ભાવનાબેન સાવલીયા અને પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories