New Update
ભરૂચની જામા મસ્જિદનો વિવાદ
મહિલાઓનો પૂજા કરતો વિડીયો થયો હતો વાયરલ
સંત સમિતિ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ
પુરાતત્વ વિભાગના હસ્તક્ષેપની માંગ
વિવિધ પ્રદર્શનોની પણ કરાય જાહેરાત
ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. હિન્દૂ મહિલાઓની પૂજાનો વિરોધ બાદ રાષ્ટ્રીય ધરોહર સમિતિએ નીતિ નિયમો મુજબ સંરક્ષણ અને સંચાલનની માંગ કરી છે
ભરૂચની જામા મસ્જિદમાં બે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરાયો હતો.આજે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના પ્રતિનિધિઓ, ભરૂચના સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ બાબા તેમજ ચક્રઘર સ્વામી સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં સંકટમોચન હનુમાન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.પત્રકાર પરિષદને સંબોધતા સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમના દ્વારા કરવામાં આવેલા અનશન બાદ પ્રશાસનને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સમય પૂર્ણ થતા સમિતિના સભ્યો દ્વારા ફરી એકવાર પ્રશાસન સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પરતુ પુરાતત્ત્વ વિભાગ દ્વારા નિયમો મુજબ કાર્યવાહી નહીં થતી હોય આ રાષ્ટ્રીય ધરોહર અંગે લોકોને સાચી માહિતી પહોંચે તે માટે આગામી સમયમાં સત્યાગ્રહ સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તેના ભાગરૂપે શહેરના વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજીને લોકોને ચક્રધર સ્વામીની જન્મસ્થલી વિશે માહિતી આપવામાં આવશે.જ્યારે આગામી 5 મી એપ્રિલના સોમવારથી મહિનાના
દર સોમવારે સાંજના 4 થી 5 એક કલાક સુધી કલેકટર કચેરીની બહાર બેસી હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Latest Stories