ભરૂચ : રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું દુઃખદ નિધન,95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલના માતૃશ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 95 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થાની તકલીફથી

New Update
vdd
રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલના માતૃશ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 95 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થાની તકલીફથી પીડાતા હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.શાંતાબેન પટેલની અંતિમ યાત્રા તેમના વતન કુડાદરા ખાતેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ દુઃખદ અવસાનને પગલે પટેલ પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે. માતૃવિયોગના કારણે મંત્રી ઇશ્વરસિંહ પટેલના આજના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે ભરૂચ ખાતે યોજાનાર એસ.ટી. વર્કશોપના ખાતમુહૂર્ત કાર્યક્રમને પણ રદ્દ કરવામાં આવ્યો છે.રાજકીય તથા સામાજિક ક્ષેત્રે અનેક આગેવાનોએ શાંતાબેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે
Latest Stories