ભરૂચ : શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર વિસ્તાર સ્થિત શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવે છે

New Update
bhr charity new

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રે સેવાકાર્ય કરતાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ સહિત તેજસ્વી તારલાઓને આમ્બેડકર એવોર્ડ” આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. 

ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર વિસ્તાર સ્થિત શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવે છેત્યારે ગત રવિવારના રોજ શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને વિનામુલ્યે નોટબુકનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચના ઘારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઘોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓને આમ્બેડકર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચના પ્રમુખ શંકર પટેલનગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિશ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચના સેક્રેટરી વિનુ માસ્ટરકારોબારી સભ્ય જગદીશ માછી સહિત મોટી સંખ્યામાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories