ભરૂચ : શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ દ્વારા જંબુસર ખાતે પાઠદાન કેન્દ્રના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં સમાજના વંચિત શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિશુલ્ક અભ્યાસ

New Update

જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિરે ચાલતું નિ:શુલ્ક પાઠદાન કેન્દ્ર

સ્વરાજ ભવન ખાતેબાળકોના વાલીઓની વાલી મીટીંગ યોજાય

રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પાઠદાન કેન્દ્રના બાળકોને ભેટ

બાળકોને સ્કૂલબેગકંપાસ બોક્સપેન્સિલ નોટબુક વિતરણ કરાય

તમામ મહાનુભવોએ સમાજ ઉથ્થાનના ભગીરથ કાર્યને બિરદાવ્યું

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં સમાજના વંચિત શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. આ નિ:શુલ્ક પાઠદાન કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વાલી મીટીંગ જંબુસરનાસ્વરાજ ભવન ખાતે યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલી પોતાના બાળકો લઈને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.સાથેઅતિથિ વિશેષ સ્થાને વડોદરાનાઅક્ષય શાહ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ મેહુલ વાળંદ,રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ ભરૂચ વિભાગનાકાર્યવાહ રાહુલ ઠાકર તથા અગ્રણીનિલેશ ભાવસાર,દેવદત્ત પટેલ,અજીત પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.પાઠદાન કેન્દ્રના બાળકોએ તેમને અભ્યાસ કરાવતા ગુરુજનોનું તિલક કરી પુષ્પો અર્પણ કરી પૂજન કરવામાં આવ્યુંહતું.સાથેબાળકોએ સમૂહમાં શ્લોક ગાન કર્યું હતું. પાઠદાન કેન્દ્રમાં આવતા તમામ બાળકોને રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ તરફથી સ્કૂલબેગકંપાસ બોક્સપેન્સિલ તથા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સ્નેહલ મકવાણાને શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમક્રમે ઉત્તીર્ણ થવા બદલ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોએ ઉદબોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયથી સમાજ ઉથ્થાનના આ કાર્યને બિરદાવ્યું હતું,અને પાઠદાન કેન્દ્રમાં સેવા આપતા શિક્ષકોને ધન્યવાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ તરફથી ચાલતા મેડિકલ સાધન સહાય સેવાએમ્બ્યુલન્સ સેવાબ્લડ ડોનેશન સેવાઆયુર્વેદિક પેટી સેવા જેવા વિવિધ સેવા કાર્યોની માહિતીઆપીઅંતે કલ્યાણ મંત્રથકી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.