ભરૂચ : શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ દ્વારા જંબુસર ખાતે પાઠદાન કેન્દ્રના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં સમાજના વંચિત શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિશુલ્ક અભ્યાસ

New Update

જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિરે ચાલતું નિ:શુલ્ક પાઠદાન કેન્દ્ર

સ્વરાજ ભવન ખાતે બાળકોના વાલીઓની વાલી મીટીંગ યોજાય

રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પાઠદાન કેન્દ્રના બાળકોને ભેટ

બાળકોને સ્કૂલબેગકંપાસ બોક્સપેન્સિલ નોટબુક વિતરણ કરાય

તમામ મહાનુભવોએ સમાજ ઉથ્થાનના ભગીરથ કાર્યને બિરદાવ્યું

 

શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જંબુસરના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નિશુલ્ક પાઠદાન કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં સમાજના વંચિત શોષિત અને મધ્યમ વર્ગના બાળકો નિશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. આ નિ:શુલ્ક પાઠદાન કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની વાલી મીટીંગ જંબુસરના સ્વરાજ ભવન ખાતે યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલી પોતાના બાળકો લઈને ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.  સાથે  અતિથિ વિશેષ સ્થાને વડોદરાના  અક્ષય શાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ મેહુલ વાળંદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ વિભાગના કાર્યવાહ રાહુલ ઠાકર તથા અગ્રણી  નિલેશ ભાવસાર, દેવદત્ત પટેલ, અજીત પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાઠદાન કેન્દ્રના બાળકોએ તેમને અભ્યાસ કરાવતા ગુરુજનોનું તિલક કરી પુષ્પો અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું.  સાથે  બાળકોએ સમૂહમાં શ્લોક ગાન કર્યું હતું. પાઠદાન કેન્દ્રમાં આવતા તમામ બાળકોને રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટ તરફથી સ્કૂલબેગકંપાસ બોક્સપેન્સિલ તથા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સ્નેહલ મકવાણાને શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમક્રમે ઉત્તીર્ણ થવા બદલ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોએ ઉદબોધનમાં શિક્ષણ સાથે સંસ્કારના સમન્વયથી સમાજ ઉથ્થાનના આ કાર્યને બિરદાવ્યું હતું, અને પાઠદાન કેન્દ્રમાં સેવા આપતા શિક્ષકોને ધન્યવાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગ તરફથી ચાલતા મેડિકલ સાધન સહાય સેવાએમ્બ્યુલન્સ સેવાબ્લડ ડોનેશન સેવાઆયુર્વેદિક પેટી સેવા જેવા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી અંતે કલ્યાણ મંત્ર થકી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

#ભરૂચ
Here are a few more articles:
Read the Next Article